Scam Alert

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગ દ્વારા અહીં નિયમિત રીતે સાયબર ક્રિમીનલ્સ દ્વારા ઉપયોગમાં લેવાઇ રહેલા મોબાઇલ નંબરો, બોગસ અને છેતરામણી વેબસાઇટ્સ અંગે માહિતી મુકવામાં આવશે. અહીં આપવામાં આવતા મોબાઇલ નંબરો બહુ જ થોડા સમય માટે સાયબર ક્રિમીનલ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા હોય છે, તેઓ અવાર નવાર પોતાના મોબાઇલ નંબરો બદલાવતા હોય છે એ વાત ધ્યાનમાં રાખશો. 

સાયબર ક્રાઇમ અંગેની ફરીયાદ આપ ઓનલાઇન cybercrime.gov.in પર કરી શકો છો તેમજ 100 નંબર ડાયલ કરી પણ નોંધાવી શકો છો. નવા અસ્તિત્વમાં આવેલ જિલ્લાઓ માટે 112 નંબર પર ફરીયાદ નોંધાવી શકાશે.