How to Report

સાયબર ક્રાઇમની ફરીયાદ આપ 1930 નંબર ડાયલ કરીને નોંધાવી શકો છો તે ઉપરાંત વેબસાઇટ cybercrime.gov.in પર પણ ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકો છો. વેબસાઇટ પર ઓનલાઇન ફરીયાદ નોંધાવતી વખતે આપનું કોઇપણ એક અધિકૃત ઓળખપત્ર (ID Proof) સાથે રાખવું.

અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમની ફરીયાદ વખતે કઇ કઇ બાબતો અરજદાર કે ફરીયાદી તરીકે ધ્યાનમાં લેવી જોઇએ તેની સમજ અહીં આપવામાં આવેલ છે.

Job Fraud (નોકરી આપવાના બહાને વેબસાઇટ અથવા ઇ-મેઇલ દ્વારા કરવામાં આવતી છેતરપીંડી)

  • અરજદારે નોકરી માટે કોઇ રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો તે વેબસાઇટની વિગત

  • અરજદારને જે નંબરથી ફોન આવેલ હોય તે મોબાઇલ નંબર.

  • અરજદારે પૈસા જો આરોપીના બેંક ખાતામાં નાખેલ હોય તો તે એકાઉન્ટ નંબર તથા તેની અન્ય વિગત.

  • અરજદારે કોઇ વોલેટમાં પૈસા ભરેલ હોય તો તેની વિગત.

  • અરજદારે ઇ-મેઇલ દ્વ્રારા કોઇ વાતચીત કરેલ હોય તો તેની વિગત તથા કોપી.

  • અરજદારને જો કોઇ લીંક સામાવાળા દ્વારા મોકલવામા આવી હોય તો તેની વિગત.

Fraudulent Website (બનાવટી કે છેતરપીંડી કરવા માટે બનાવેલ વેબસાઇટ મારફતે થયેલ ફ્રોડ)

  • જે વેબસાઇટ દ્વારા ફ્રોડ થયેલ હોય તે વેબસાઇટનુ યુ.આર.એલ.

  • બનાવ બન્યાની તારીખ, સમય.

  • તમારા જે એકાઉન્ટમાંથી ફ્રોડ થયેલ હોય તે બેંક એકાઉન્ટનુ સ્ટેટમેન્ટ.

  • જે સામાવાળાના એકાઉન્ટમાં પૈસા જમા થયેલ હોય તેની માહીતી જો અરજદાર પાસે એકાઉન્ટ નંબર હોય તો.

  • જેટલા રકમનુ ફ્રોડ થયેલ હોય તેના પુરાવા માટેનુ બેંક ડીસ્પ્યુટ ફોર્મ.

  • જેના દ્વારા ફ્રોડ કરવામા આવેલ હોય તેના મોબાઇલ નંબર.

  • એસ.એમ.એસ./વ્હોટ્સએપના ચેટીંગના સ્ક્રીનશોટ્સની હાર્ડ કોપી.

  • વેબસાઇટના તમામ પેજ અને ખાસ કરીને વેબસાઇટના જે પેજ મારફતે ઓનલાઇન નાણાં જમા કરાવ્યા હોય તેનો સ્ક્રીનશોટ તથા યુ.આર.એલ.

e-Mail Fraud (લોટરીના નામે કે તમારી અંગત નાણાંકીય ઓળખ ચોરી લેવાના હેતુથી ઇમેઇલ દ્વારા કરવામાં આવતા ફ્રોડ)

  • ઇમેઇલ આવ્યો હોય તે ઇમેઇલ આઇ.ડી. જણાવવું.

  • જો આરોપી જોડે કોઇ સંપર્ક થયો હોય તેવા મોબાઇલ નંબર આપવા.

  • બેંક એકાઉન્ટમાં જો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય તો તે બેંક એકાઉન્ટની વિગત.

  • અરજદારે કોઇ વોલેટમાં પૈસા ભરેલ હોય તો તેની વિગત

  • બેંકમાંથી રકમ ઉપડી હોય તો તે એકાઉન્ટનું સ્ટેટમેન્ટ.

  • આવેલ ઇમેઇલ ના હેડર શકય હોય તો જણાવવા.

ઇ-મેઇલ હેડર કઇ રીતે મેળવવા તેની પધ્ધતિ સર્વિસ પ્રોવાઇડર વાઇઝ નીચે મુજબ છે.

Outlook.com

Log into Outlook.com.

Click File > Properties.

In the Properties window that opens, the header is displayed in the “Internet Headers” text box at the bottom.

Yahoo Mail

Log into your Yahoo! Mail account.

Open the message for which you wish to view the headers.

Click the More (gear) icon above the message pane.

Select View Raw Message. A new tab opens containing your message’s headers, which you can now copy and paste.

Gmail

Log into your Gmail or Google mail Account.

Open the email you want to check the headers for.

Click More, the three vertical stacking dots .

Click Show original. A page with the email headers will open in a new tab or window.

Eudora

open an email on which you want to perform header analysis by double click on that email.

A partial header of an email will display on the screen.

Click on Blah, blah, blah button to see the full header.

IncrediMail

Select the message.

Click the ‘Message’ menu, and then ‘Properties’.

આ ઉપરાંત વીશીંગ કોલ અને ન્યુડ વીડીયો કોલ્સ ના સંદર્ભમાં જે નંબરો પરથી વોઇસ કોલ અથવા વોટ્સએપ કે વીડીયો કોલ આવેલ હોય તે નંબર તેમજ જે એકાઉન્ટમાં નાણાં ભરપાઇ કરવા જણાવેલ હોય તે એકાઉન્ટ નંબરની વિગતો પણ જણાવવી.