Phone-Pe cashback scam

આજરોજ તા.૦૮/૦૮/૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્યમાં ઘણાં લોકોને મોબાઇલ નંબર 6299204693 પરથી ફોન-પે એપ પર તમોને કેશ બેક મળી રહેલ છે તેમ કહીને છેતરપીંડી થઇ રહેલ છે. આવી કેશબેક ઓફરથી સાવધાન રહો. આ ક્રિમીનલ તમોને તમારી પેયમેન્ટ એપ પર રૂપિયા આપવના બહાને પેયમેન્ટ રીક્વેસ્ટ મોકલે છે અને તમારા ખાતામાં નાણાં આવવાના બદલે તમારા નાણાં તેના ખાતામાં જતા રહે છે. આ ઓફર સાથે ફોન-પે કંપનીને કોઇ સંબંધ નથી.

Share on facebook
Share on twitter
Share on linkedin
Share on whatsapp
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત લોકોમાં સાયબર સિકયુટીરી જાગૃતિ આણવાનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગ, ગુજરાત દ્વારા સાયબર સંવાદ.

Facebook

Follow Us