Stalking

યુવતીઓ માટે ઓનલાઇન સ્ટોકીંગથી બચવા માટેની ટીપ્સ

સ્ટોકીંગને/સ્ટોકરને કઇ રીતે ઓળખશો?

(૧)     અવારનવાર તમારા ઘર અને કામ કરવાના વિસ્તારમાં દેખાયા કરતો હોય.

(ર)     અજાણ્યા નંબરો પરથી તમોને ટેકસ મેસેજ, ઇમેઇલ અથવા ફોન કોલ્સ આવતા હોય.

(૩)     તમારા સરનામે વણમાંગી ગીફટ આવ્યા કરતી હોય.

(૪)    તમારૂં ધ્યાન તેના તરફ ખેંચવા માટે તમારા વાહનને કે સામાનને નુકશાન કરે.

સ્ટોકીંગથી બચવા માટે આટલું કરો.

(૧)     જે નંબરો પરથી અજાણ્યા કોલ્સ કે મેસેજ આવતા હોય તે નોંધી રાખો. તેવા નંબરોને  બ્લોક કરી નાંખો.

(ર)     શંકાસ્પદ કે સ્ટોકીંગ કરી રહેલ છે તે ઓળખાય તે બાદ તેનો ચતુરાઇથી મોબાઇલ ફોનથી ફોટો લઇ તમારા મિત્ર વર્તૂળને જાણ કરો.

(૩)     તમારો ગુસ્સો કે તમારો કોઇપણ પ્રકારનો પ્રતિભાવ સ્ટોકરની હિંમત વધારશે. માટે તેના ઇમેઇલ, ટેકસ મેસેજ કે અન્ય સંદેશાઓનો જવાબ ન આપો.

(૪)    હંમેશા ભીડભાડ વાળા વિસ્તારમાંથી આવવા જવાનું પસંદ કરો.

(૫)    તમારો આવવા જવાનો રસ્તો બદલતા રહો.

(૬)     શોપીંગ મોલ કે હંમેશ માટે ખરીદી કરતાં હો તે શોપ બદલતા રહો.

(૭)    શંકા પડ્યે તમારા વડીલો કે ભરોસાના મિત્રોને જાણ કરો.

(૮)     સ્થિતિ વણસતી જણાય તો તુરત જ પોલીસને જાણ કરો.

(૯)   તમારો ફોન નંબર બદલી જૂનો નંબર ચાલુ રાખો અને તેમાં સ્ટોકર તરફથી આવતા મેસેજીસ સેવ રાખો જેથી પોલીસને તપાસમાં મદદરૂપ થાય.

(૧૦)   તમારા સોશીયલ નેટવર્કીંગ એકાઉન્ટનું ફ્રેન્ડલીસ્ટ ચકાસી તેમાં ભળતા નામ વાળા મિત્રોની  યાદી બનાવો અને તે પૈકીના સાચા અને ભરોસાના મિત્રથી ખાતરી કરો કે, તેના જેવા જ નામ વાળી પ્રોફાઇલ તેની જ છે કે અન્ય અજાણ્યા વ્યક્તિની?

(૧૧) જે ફોનમાં WhatsApp કે Telegram જેવી એપ્લીકેશન હોય તેમાં આ અજાણ્યા નંબરો કોઇપણ નામથી સેવ કરી જે તે એપ્લીકેશનનું કોન્ટેકટ લીસ્ટ રીફ્રેશ કરી જૂઓ કે એ નંબર આવી કોઇ એપમાં છે કે કેમ? જો હશે તો શક્ય છે કે, તેનો ફોટો તમોને મળી રહે.

Share on facebook
Share on twitter
Share on linkedin
Share on whatsapp
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત લોકોમાં સાયબર સિકયુટીરી જાગૃતિ આણવાનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગ, ગુજરાત દ્વારા સાયબર સંવાદ.

Facebook

Follow Us