Phishing eMail

ફીશીંગ ઇમેઇલ નું ઉદાહરણ

Slide2

ઉપર દર્શાવેલ ઇમેઇલ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક તરફથી આવેલ છે. તેમાં બેન્કનું જે મેઇલ આઇ.ડી. છે તે બેન્કનું જ છે કે કેમ? એક વાત સ્પષ્ટ છે કે, કોઇ પણ બેન્ક તેના ગ્રાહકોને મેઇલ દ્વારા તેમના  એકાઉન્ટની સિક્યુરીટી અપડેટ કરવા જણાવતી નથી. અહીં જે લીન્ક આપવામાં આવેલ છે તેના પર કલીક કરતાં કઇ વેબસાઇટ પર જવાય છે તે જૂઓ. …

Slide3

મેઇલમાં આપેલ લીન્ક પર કલીક કરતાં બેન્કની ઓફીશીયલ વેબસાઇટ હોય તેવી જ એક વેબસાઇટ ઓપન થાય છે. પરંતુ તેનું વેબ એડ્રેસ ચેક કરતાં તેમાં આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કનું કોઇ જ નામ નિશાન નથી. આ ફીશીંગ વેબસાઇટ હોઇ લોકોએ અહીંથી જ અટકી જવું જોઇએ.

તેમ છતાં યુઝર આઇડી અને ખોટો પાસવર્ડ નાખી વધુ સાહસ કરી આપણે આગળ જઇશું. .. જો ખોટી માહિતી હોય તો મેસેજ આવવો જોઇએ કે, ’’ તમારૂં યુઝર આઇડી અને પાસવર્ડ ખોટા છે.’’

Slide4

તમો જોઇ શકો છો કે, ખોટી માહિતી આપ્યા બાદ પણ આ વેબસાઇટ વધુમાં વધુ માહિતી મેળવી લેવાના ઇરાદે એક પછી એક પેજ લોડ થઇ રહેલ છે. અને હા, એડ્રેસ બારમાં સિક્યોરનો S ગુમ છે.

Slide5

આ ફોર્મમાં ફરીવાર બિલકૂલ ખોટી જ માહિતી આપી. તમે ઇમેઇલ તથા મોબાઇલ નંબર જોઇને અંદાજ કરી શકો છો. Cheat.com  નામની કોઇ મેઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની જ નથી. અને મોબાઇલ નંબરની સીરીઝ પણ ભારત દેશની નથી. તેમ છતાં આ વિગતો સ્વીકારી લે છે.

Slide6

તમારી પાસેથી તમામ માહિતીઓ લઇને છેવટે તમારો આભાર માને છે. બાદ તમોને OK બટન પ્રેસ કરવા જણાવે છે. આ બટન પ્રેસ કર્યા બાદ શું થાય છે તે જોઇએ. ..

છેવટે વિશ્વાસ જાળવી રાખવા તમોને આઇ.સી.આઇ.સી.આઇ. ની ઓફીશીયલ વેબસાઇટના પ્રાઇવેસી નામના પેજ પર મૂકી દે છે. અહીં ફરીથી એડ્રેસ બાર જૂઓ, અહીં આઇ.સી.આઇ.સી.આઇ. શબ્દોનો ઉલ્લેખ છે. કારણ કે, આ ઓફીશીયલ પેજ છે. આવા મેઇલ કરનાર વ્યક્તિ બનાવટી વેબસાઇટ મારફતે તમારા આઇડી અને પાસવર્ડ મેળવી લે છે અને બાદમાં તેનો ઉપયોગ ઓફીશીયલ વેબસાઇટ પર કરી તમારા નાણાંની ઉચાપત કરી લે છે. મારા આવા મેઇલનો ક્યારેય પણ જવાબ ન આપવો કે તેવી અજાણી લીન્ક પર કલીક ન કરવું.

બેન્કનું ઓફીશીયલ વેબપેજ નીચે દર્શાવ્યા મુજબનું છે. જેમાં વેબ એડ્રેસમાં બેન્કના નામનો ઉલ્લેખ છે.અને સિકયોર પણ છે. હવે તમો જાતેથી જ અગાઉ આપેલા બેન્કના વેબપેજ સાથે આ પેજની સરખામણી કરી જૂઓ.

Slide7

જો તમોને તમારી બેન્ક તરફથી આવો કોઇ મેઇલ આવો તો તુરત જ મેઇલની લીન્ક પર આગળ ન વધતા બેન્કને જાણ કરો. ફરી જણાવી દઇએ કે, વિશ્વની કોઇપણ બેન્ક તેમના ખાતા ધારકોને ઇમેઇલ કે ફોન કોલ્સ દ્વારા પાસવર્ડ બદલાવવાની કે, સિકયોરીટી અપગ્રેડ કરવાની જાણ કરતી નથી.

Share this: Cyber Samvad

Share on facebook
Share on twitter
Share on linkedin
Share on whatsapp
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત લોકોમાં સાયબર સિકયુટીરી જાગૃતિ આણવાનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગ, ગુજરાત દ્વારા સાયબર સંવાદ.

Facebook

Follow Us