Fraud Website

બોગસ ટેકસ મેસેજીસ અને લેભાગુ વેબસાઇટોને કઇ રીતે ઓળખશો?
સરહદી વિભાગના માનનીય આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જાણીતી ઓનલાઇન શોપીંગ વેબસાઇટ Snapdeal ના નામથી ચાલી રહેલ કૌભાંડ ધ્યાન પર આવેલ છે.
શરૂઆતમાં લોકોને CP-SNDEAL પરથી ટેકસ મેસેજ આવે છે જેમાં રૂા.૧૨,૬૦,૦૦૦/- ની ટાટા સફારી ઇનામમાં લાગેલ છે તેવો લોભામણો સંદેશ હોય છે. તેમજ સાથોસાથ બે મોબાઇલ નંબરો અને એક વેબસાઇટ પણ આપવામાં આવેલ છે. આ વેબસાઇટ સ્નેપડીલની ઓફીસીયલ વેબસાઇટ જેવી જ લાગે એટલા માટે તેમાં અસલ લોગો પણ મુકવામાં આવેલ છે. પરંતુ તે weebly.com નામની ફ્રી વેબપેજ બનાવી આપતી સર્વિસની મદદથી બનાવેલ વેબસાઇટ છે જેનું એડ્રેસ snapdealluckydrawwinners.weebly.com છે. જેથી પ્રથમ દ્રષ્ટિએ જ આ વેબસાઇટ સ્નેપડીલની માલીકીની ન હોવાનું સાબિત થાય છે.
વળી, આ વેબસાઇટ પર અંગ્રેજી ભાષામાં હિન્દી લખાણ છે એટલે કે, “Dear Customer Agar Aapko SNAPDEAL LUCKY DRAW DEPARTMENT Se Koi Call Ya Koi Message Receive Hota hai Aur Kisi Tarah Ke Prize Ke Bare Main Bataya Jata hai Aur Registration Fees Bharne Ke liye Bola Jaye To Fees Bharne Se Pehle SNAPDEAL LUCKY DRAW DEPARTMENT Mobile No. +91-9128428397 Pe Call Karen. Kyu Ki Registration fee Only Hamare Managing Director Ke account Main Hi Pay Karna Hai Aur Account Conform Karne Ke liye Hamare Senior Ke Mob no. +91-7654948909 pe Call kare .Yeh Hamara LUCKY DRAW DEPARTMENT Number Hai. Prize Ke Baare Main Sirf SNAPDEAL LUCKY DRAW DEPARTMENT Helpline No. +91-8420556160 Se Hi Information Milegi.” આવું લખાણ છે. કોઇપણ પ્રતિષ્ઠિત વેબસાઇટ ક્યારેય પણ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતી નથી.
માટે, આપ સહુને આ અંગે સચેત કરવામાં આવે છે કે, આવા કોઇપણ મેસેજ કે વેબસાઇટ પર વિશ્વાસ કરવો નહીં.
આપ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગના ઓફીસીયલ અવેરનેસ પોર્ટલોની નિયમિત મુલાકાત લેતા રહેશો. facebook.com/CyberSamvad | t.me/CyberSamvad

Share on facebook
Share on twitter
Share on linkedin
Share on whatsapp
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત લોકોમાં સાયબર સિકયુટીરી જાગૃતિ આણવાનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગ, ગુજરાત દ્વારા સાયબર સંવાદ.

Facebook

Follow Us