How to report?

ફેસબુક પ્રોફાઇલ વિશે મહત્વની બાબતો.

વર્તમાન સમયમાં લોકો માટે તેમના બેન્ક એકાઉન્ટ કરતાં વિશેષ મહત્વ ફેસબુકના એકાઉન્ટનું છે. ફેસબુક પર લોકો પોતાના અંગત ફોટાઓ અને માહિતીઓ કંઇપણ વિચાર કર્યા વગર જ મૂકી દે છે જે યોગ્ય નથી. જો આપની ફેક (બનાવટી) પ્રોફાઇલ ફેસબુક વેબસાઇટ પર બની હોય તો કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું તેની અહીં સચિત્ર સમજ આપવામાં આવેલ છે.

સૌ પ્રથમ તો આ ફેક આઇ.ડી. કોમ્પ્યુટરમાં ઓપન કરો.

4blog
  • પ્રોફાઇલ પેજ ઓપન કર્યા બાદ ક્રમાનુસાર સૌ પ્રથમ એડ્રેસબારમાં જે લીન્ક દેખાય છે તેને કોપી કરી નોટપેડમાં પેસ્ટ કરવી. (https://www.facebook.com/lefthandersind)
  • બાદ કવર પેજ તરીકે જે ઇમેજ છે તેને પણ કોપી-પેસ્ટ કરી સેવ કરી લેશો.
  • હવે પ્રોફાઇલ પિકચર અને પ્રોફાઇલનું જે નામ ડીસ્પ્લે થાય છે તે પણ નોંધી લેવું.
  • ખાસ કરીને આ પ્રોફાઇલ તમોએ કઇ તારીખે અને કેટલા વાગ્યે જોઇ છે તેની પણ નોંધ કરી પોલીસને જાણ કરવી.
  • ઉપર જણાવેલ તમામ બાબતોનો અરજી/ફરિયાદમાં ઉલ્લેખ કરવો અને તે મુજબની હાર્ડકોપી પણ સબમીટ કરવી.
  • આ ફેક આઇડી ની કી-બોર્ડના પ્રિન્ટ સ્ક્રીન બટનથી કોપી કરી લો. બાદ પેઇન્ટમાં જઇ પેસ્ટ કરો.
  • ફેસબુક દરેક યુઝરને એક ન્યુમેરીક આઇ.ડી. પણ આપે છે. જો તમારે તમારી પ્રોફાઇલનું કે જેના વિશે તમો ફરિયાદ કરવા માંગો છો તેનું ન્યુમેરીક આઇ.ડી. જાણવું હોય તો, એડ્રેસબારમાં જે URL દેખાય છે તેને કોપી કરી www.findmyfbid.com નામની વેબસાઇટ પર જઇ પેસ્ટ કરી એન્ટર આપવાથી આ ન્યુુમેરીક આઇ.ડી. દેખાશે. ફેસબુક આ જ આઇ.ડી. થી તમોને ઓળખે છે.
  • ઉદાહરણઃ- (facebook.com/profile.php?id=1000000XXXXXXXX)

નોંધઃ- અહીં ઉદાહરણ તરીકે આપેલ પેજ બનાવટી નથી.

સાયબર ક્રાઇમ અંગેની ફરિયાદ કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો.

(૧)     જો આપને કોઇ ફીશીંગ મેઇલ આવેલ હોય અને તે સ્કેમ નો ભોગ બની ગયા હો તો તેવા મેઇલ કયારેય પણ ડીલીટ ન કરશો કે કોઇને ફોરવર્ડ ન કરશો. આ મેઇલ પોલીસને તપાસ માટે મદદરૂપ થશે.

(૨)     તમારી પોતાની સોશીયલ નેટવર્કીંગ વેબસાઇટો પરની પ્રોફાઇલમાં તમોએ આપેલી વિગતો  નોંધી રાખવી જેથી બનાવટી પ્રોફાઇલ અને સાચી પ્રોફાઇલ વચ્ચે અંતર કરી શકાય.

(૩)    જે મેઇલ આઇડી પરથી લક્કી ડ્રો કે ઇનામો અને રૂપિયા જમા કરાવવા અંગેના મેઇલ આવતા હોય તેવા મેઇલ આઇ.ડી. અને બેન્ક એકાઉન્ટની વિગતો નોંધી રાખવી.

(૪)    સોશીયલ નેટવર્કીંગ વેબસાઇટ્સ અંગેની ફરીયાદો માટે આગળ જણાવ્યા મુજબની વિગતો સાથે અરજી/ફરીયાદ કરવી.

Share on facebook
Share on twitter
Share on linkedin
Share on whatsapp
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત લોકોમાં સાયબર સિકયુટીરી જાગૃતિ આણવાનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગ, ગુજરાત દ્વારા સાયબર સંવાદ.

Facebook

Follow Us