CYBER SAMVAD

Cyber security awareness movement from Cyber Crime Police Station, Border Range – Gujarat

પોલીસ મહાનિરીક્ષકશ્રીના સ્થાનેથી નાગરિકો જોગ સંદેશ

શ્રી જે.આર.મોથલીયા (આઇ.પી.એસ.)
પોલીસ મહાનિરીક્ષકશ્રી
સરહદી વિભાગ

વર્તમાન સમયમાં કોમ્પ્યુટરનો વપરાશ વધ્યો તેની સાથોસાથ તેને લગતા ગુન્હાઓની સંખ્યા પણ વધવા પામી છે. પોલીસ વિભાગ જે રીતે ખૂન, ઘાડ, લૂંટ કે ચોરી જેવા ગુન્હાઓની તપાસ કરે છે તેના કરતાં સાયબર ગુન્હાઓની તપાસ બિલકુલ અલગ રીતે જ કરવામાં આવતી હોય છે. સાયબર ગુન્હાની તપાસ માટે પોલીસ મહેકમ સક્ષમ બને તેવા પ્રયાસો સરકારશ્રી તરફથી સતત કરવામાં આવી રહેલ છે. આવા સમયે આ પ્રકારના ગુન્હાઓ ની માહિતી ગુજરાતી ભાષામાં લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર પ્રસિધ્ધ કરતા હર્ષની લાગણી થાય છે. આ વેબસાઇટ દ્વારા લોકોને સાયબર ક્રાઇમના પ્રકારો, સાયબર ક્રાઇમથી બચવા કયા પ્રકારના પ્રાથમિક ઉપાયો કરવાના હોય છે? તેમજ સાયબર ક્રાઇમનો ભોગ બની ગયા બાદ પોલીસ સ્ટેશન ખાતે કયા આધારો/પૂરાવાઓ સાથે અરજી કે ફરિયાદ આપવી? તેની સમજણ આપવામાં આવી છે.

સાયબર ક્રાઇમ અંગે લોકોમાં વધુને વધુ સજાગતા આવે તે હેતુસર ગુજરાત સરકારશ્રીની ’’સુરક્ષા સેતુ સોસાયટી’’ યોજના અંતર્ગત અવાર નવાર શાળાઓ / કોલેજોમાં પ્રચાર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ માં એ.એસ.આઇ. હિતેષ કમલકાંત દ્વારા લિખિત પુસ્તિકા ‘‘સાયબર ક્રાઇમ અને સુરક્ષા’’ અહીં  વેબસાઇટ સ્વરૂપે મુકવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ  પોલીસ સ્ટેશન, સરહદી વિભાગનો આ પ્રયાસ સૌને માટે લાભદાયી બની રહેશે તેવી આશા છે.

ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ ચેનલો સબસ્ક્રાઇબ કરવા અપીલ છે. આ ચેનલો મારફતે આપને આપના મોબાઇલ ફોનમાં નિયમિત રીતે સાયબર સિક્યુરીટી અવેરનેસને લગતા સૂઝાવો મળી રહેશે.

સાયબર ક્રાઇમ

’’ કોઇ પણ ઇલેકટ્રોનીક ડીવાઇસ (સાધન) જે ડેટા સ્ટોર કરે છે, ડેટાને પ્રોસેસ કરે છે તેનો દૂરઉપયોગ કરવો તેમજ મોબાઇલ ફોન, લેપટોપ, કોમ્પ્યુટર વિગેરે તમામ સાધનો મારફતે ગુન્હો આચરવામાં આવે અથવા તેવા સાધનોને નિશાન બનાવી ગુન્હો આચરવામાં આવે તેવા તમામ કૃત્યોને સાયબર ક્રાઇમ કહેવાય.’’

અમારા વિશે

આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત લોકોમાં સાયબર સિકયુટીરી જાગૃતિ આણવાનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગ, ગુજરાત દ્વારા સાયબર સંવાદ.

World faces 'bloodless' cyber war threat.

- Honorable Prime Minister
Shree Narendra Modi

Scam Alert

Scam Alert

Courier Scam

કુરીયર સર્વિસના નામે થઇ રહેલ સ્કેમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગના ધ્યાન પર આવેલ છે. વેબસાઇટ courierservicepayment[.]com લોકો પાસેથી માત્ર ૧૦/- રૂપિયા વેબસાઇટ મારફતે

Read More »
Scam Alert

Phone-Pe cashback scam

આજરોજ તા.૦૮/૦૮/૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્યમાં ઘણાં લોકોને મોબાઇલ નંબર 6299204693 પરથી ફોન-પે એપ પર તમોને કેશ બેક મળી રહેલ છે તેમ કહીને છેતરપીંડી થઇ

Read More »
Scam Alert

Stalking

યુવતીઓ માટે ઓનલાઇન સ્ટોકીંગથી બચવા માટેની ટીપ્સ સ્ટોકીંગને/સ્ટોકરને કઇ રીતે ઓળખશો? (૧)     અવારનવાર તમારા ઘર અને કામ કરવાના વિસ્તારમાં દેખાયા કરતો હોય. (ર)     અજાણ્યા

Read More »