Cyber Samvad

Official website of Cyber Crime Police Station 

Border Range - Gujarat

શ્રી જે.આર.મોથલીયા (આઇ.પી.એસ.) 

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી વિભાગ 

પોલીસ મહાનિરીક્ષકશ્રીના સ્થાનેથી નાગરિકો જોગ સંદેશ

વર્તમાન સમયમાં કોમ્પ્યુટરનો વપરાશ વધ્યો તેની સાથોસાથ તેને લગતા ગુન્હાઓની સંખ્યા પણ વધવા પામી છે. પોલીસ વિભાગ જે રીતે ખૂન, ઘાડ, લૂંટ કે ચોરી જેવા ગુન્હાઓની તપાસ કરે છે તેના કરતાં સાયબર ગુન્હાઓની તપાસ બિલકુલ અલગ રીતે જ કરવામાં આવતી હોય છે. સાયબર ગુન્હાની તપાસ માટે પોલીસ મહેકમ સક્ષમ બને તેવા પ્રયાસો સરકારશ્રી તરફથી સતત કરવામાં આવી રહેલ છે. આવા સમયે આ પ્રકારના ગુન્હાઓ ની માહિતી ગુજરાતી ભાષામાં લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર પ્રસિધ્ધ કરતા હર્ષની લાગણી થાય છે. આ વેબસાઇટ દ્વારા લોકોને સાયબર ક્રાઇમના પ્રકારો, સાયબર ક્રાઇમથી બચવા કયા પ્રકારના પ્રાથમિક ઉપાયો કરવાના હોય છે? તેમજ સાયબર ક્રાઇમનો ભોગ બની ગયા બાદ પોલીસ સ્ટેશન ખાતે કયા આધારો/પૂરાવાઓ સાથે અરજી કે ફરિયાદ આપવી? તેની સમજણ આપવામાં આવી છે.


સાયબર ક્રાઇમ અંગે લોકોમાં વધુને વધુ સજાગતા આવે તે હેતુસર ગુજરાત સરકારશ્રીની ’’સુરક્ષા સેતુ સોસાયટી’’ યોજના અંતર્ગત અવાર નવાર શાળાઓ / કોલેજોમાં પ્રચાર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ માં એ.એસ.આઇ. હિતેષ કમલકાંત દ્વારા લિખિત પુસ્તિકા ‘‘સાયબર ક્રાઇમ અને સુરક્ષા’’ અહીં  વેબસાઇટ સ્વરૂપે મુકવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ  પોલીસ સ્ટેશન, સરહદી વિભાગનો આ પ્રયાસ સૌને માટે લાભદાયી બની રહેશે તેવી આશા છે.


ગુજરાત સરકારશ્રીની સુરક્ષા સેતુ સોસાયટી યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ ચેનલો સબસ્ક્રાઇબ કરવા અપીલ છે. આ ચેનલો મારફતે આપને આપના મોબાઇલ ફોનમાં નિયમિત રીતે સાયબર સિક્યુરીટી અવેરનેસને લગતા સૂઝાવો મળી રહેશે.

World faces 'bloodless' cyber war threat.

- Shree Narendra Modi

Honorable Prime Minister